મને પૂછજો
હૃદયની ઉદાસી મને પૂછજો,
ઘરે પણ પ્રવાસી? મને પૂછજો.
લખે સૌ ગલી ને મકાનો, પરંતુ
ખરો ક્યાં નિવાસી? મને પૂછજો.
હતી ખળખળાટી, હવે રેત છે,
નદી પણ પિયાસી? મને પૂછજો.
નથી મંદિરે કે નથી મસ્જિદે,
ખુદાનો ઉપાસી? મને પૂછજો.
ભમે બાગમાં, ફૂલમાં આ ‘પરાગ’,
હતો કે વિલાસી? મને પૂછજો.
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #ઉદાસી #ઓળખ #અંતરમન #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #Melancholy #Belonging #InnerVoice #ParagRatanpara