← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાહ જો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉંબરે બેસી જરા એ ઝાંઝરીની રાહ જો,
દૂર વગડે ગુંજતી એ બાંસરીની રાહ જો.

શી ઉતાવળ? ઘાટથી એ આવશે પાણી ભરી,
છલછલાતી હેલ લઈ, એ ગાગરીની રાહ જો.

આંબલે તો પાન લીલાં, મ્હોર આવે છે હજી,
કોયલે ગાવું પછી, તું માંજરીની રાહ જો.

હાથમાં ડિગ્રી ધરી ને ઠોકરો ખા રોજ તું,
વાળ ધોળા થાય ત્યાં લગ નોકરીની રાહ જો!

આ ‘પરાગે’ શબ્દ ફેંક્યો મૌનના કૂવા મહીં,
આવશે પડઘો તળેથી, કાંકરીની રાહ જો.

– પરાગ રતનપરા

#ગઝલ #ધીરજ #પ્રતીક્ષા #પ્રેમ #બેરોજગારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Patience #Waiting #Romance #Unemployment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછે આયનોઆગલો લેખ →મને પૂછજો