← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનના ગોખલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વિઘ્નહર્તા, આવ, બેસી જા અમારા ઓટલે,
મોદકો નાના ભલે, પણ પ્રેમ બાંધ્યો પોટલે;
શોર ડીજેનો નથી, ના ધૂમ છે, ના ઝગમગાટ,
એક દીવો, એક દુર્વા, બેસ મનના ગોખલે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆલ્બમઆગલો લેખ →ક્યાં મળે?