← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યાં મળે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખમાં આંખો પરોવી બોલનારા ક્યાં મળે?
ભીડમાં પણ એકલાને ખોળનારા ક્યાં મળે?
હાથ સૌ મળતા અને સેલ્ફી ય લેતા સૌ, છતાં
રાત આખી સાથ બેસી જાગનારા ક્યાં મળે?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમનના ગોખલેઆગલો લેખ →વેરણ વાંસળી