મહેંદી
હથેળી હતી સાવ નાની, મહેંદી
ભરી આજ એણે સુહાની મહેંદી.
હતી ઘૂંટણે ચાલતી કાલ ઘરમાં,
રચી કેમ આ રંગ, છાની મહેંદી?
હથેળી વચે નામ છે કોઈ ‘એ’નું,
કહે એક મીઠી કહાની મહેંદી.
હશે કાલ ડોલી, ઉદાસી હશે ઘર,
હસે આજ તો, ઓ મજાની મહેંદી!
પરાગે લખી’તી ગઝલ લાખ ઝીણી,
રહી એક સાચી નિશાની મહેંદી.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #મહેંદી #વિદાય #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Mehendi #BridalFarewell #FathersHeart #ParagRatanpara