← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટીમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભળી જાશે બધી માયા, બધી યે ચીજ માટીમાં,
ગગનમાં જે ઝબૂકે છે, પડે એ વીજ માટીમાં.

મસાણે રાખ થઈ જાતાં, બધાં સરખાં બની જાતાં,
ગુમાની ને ગરીબોની, ભળે સૌ ખીજ માટીમાં.

નવાં ખેતર, નવો વરસાદ, નવલી ઓઢણી ઓઢી,
ધરા પોતે મનાવે છે સજીને તીજ માટીમાં.

ઘણો ઊંચો ભલે ઊડે, પતંગો હોય કે પંખી,
પડે, ત્યારે જ સમજે છે, ખરી છે રીઝ માટીમાં.

પરાગે ફૂલ છોડીને, ધરા પર જાત વેરી છે,
ધરી ધીરજ, ઉમેદે એ, નવું કો બીજ માટીમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #માટી #ધરતી #મૃત્યુ #પુનર્જન્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Soil #MotherEarth #Mortality #CycleOfLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજોઈએઆગલો લેખ →થઈ ગયું