જોઈએ
પાસમાં પૈસો ભલે ના હો, ખુમારી જોઈએ,
સાદ દે તોફાન તો, એની સવારી જોઈએ.
સૌ જુએ સપનાં, ભલે નીચા ઘરે, નીચી છતે,
આભને અડકી શકે, એવી અટારી જોઈએ.
એકલો ચાલે ભલે, પણ જીતવા સંગ્રામને,
ને મુસીબતની ઘડીમાં એક યારી જોઈએ.
કાયરોના હાથમાં તલવાર પણ ભારે પડે,
હિંમતીના હાથમાં તો બસ કટારી જોઈએ.
આ પરાગે બાગ છોડ્યો, વાયરે ઊડ્યો સદા,
મ્હેક તો અંદર, પછી શું કામ ક્યારી જોઈએ?
– પરાગ રતનપરા
#ગઝલ #ખુમારી #સપનાં #સફળતા #મિત્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Spirit #DreamBig #Courage #TrueSuccess #ParagRatanpara