← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થઈ ગયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ મીંચી ધ્યાનમાં, ને મન ય હળવું થઈ ગયું,
એક બારી ઊઘડી ને આભ ખુલ્લું થઈ ગયું.

શ્વાસ આવે, શ્વાસ જાયે, બસ નિહાળ્યા એ સદા,
ને વિચારોનું વમળ પણ સાવ મીઠું થઈ ગયું.

જે હતો દુશ્મન, હવે એ યાર મારો થઈ ગયો,
જે હતું પથ્થર સમું, એ દિલ ય ભીનું થઈ ગયું.

જે હતું ‘મારું’, બધું એ મેં ત્યજી દીધું પછી,
ને અહમ્‌નું પોટલું પણ સાવ નાનું થઈ ગયું.

આ પરાગે જાત વેરી વાયરે જ્યાં ચોતરફ,
આ જગત આખું સુગંધે સાવ તાજું થઈ ગયું.

– પરાગ રતનપરા

#ગઝલ #ધ્યાન #શાંતિ #અધ્યાત્મ #પરિવર્તન #પરાગરતનપરા
#GujaratiGhazal #Meditation #InnerPeace #Awakening #Transformation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાટીમાંઆગલો લેખ →લીલું પાન