← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારી ભીતરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ થોડું રોજ મરતું બાળ મારી ભીતરે,
ને ખરે છે પાન, સૂકી ડાળ મારી ભીતરે.

બ્હારથી ઠંડો, હસંતો, શાંત ને સજ્જન બધે,
તોય સળગે રાતદિન આ ઝાળ મારી ભીતરે.

આયનામાં કરચલી, ને આ સફેદી વાળમાં,
ચાલતો ચુપચાપ ધીમો કાળ મારી ભીતરે.

પૂર આવ્યાં આંસુનાં, ને ઓસરી ગ્યાં કૈં ઘણાં,
તૂટવા દીધી નથી મેં પાળ મારી ભીતરે.

આ ‘પરાગે’ જીવવાનો લય ભલે ખોયો બહાર,
તોય ગુંજે છે ગઝલનો તાળ મારી ભીતરે.

– પરાગ રતનપરા

#ગઝલ #ભીતર #આત્મમંથન #સમય #અંદરનુંબાળક #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerWorld #InnerChild #PassingTime #Resilience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરીસઆગલો લેખ →પતંગિયાનો હિસાબ