પતંગિયાનો હિસાબ
પતંગિયું
એક જ દિવસ જીવે છે,
ને એ આખો દિવસ
ફૂલો પર જ ગાળે છે.
એને ખબર નથી
કે કાલ શું છે,
પેન્શન શું છે,
વીમો શું છે.
આપણે સો વર્ષ જીવીએ છીએ,
ને નેવું વર્ષ
કાલની ચિંતામાં ગાળીએ છીએ.
કોણ લાંબું જીવ્યું —
એ નક્કી કરવાનું
હું પતંગિયાને સોંપું છું.
– પરાગ રતનપરા