← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માળાના મણકે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં તો માળા ફેરવી ને મણકે મણકે તું,
હવે માળા ક્યાં ને ક્યાં રહી હું?

સવારે બેઠી’તી કરવા પૂજા, દીવો લઈને હાથ,
દીવે દીવે તું ઝળક્યો ને ભૂલી ગઈ હું જાત;
આરતી ગાતાં ગાતાં મારો ઓગળી ગયો ‘હું’…
હવે માળા ક્યાં…

સંસારનાં સૌ કામ કરું, પણ ચિત્ત તો તારે દ્વાર,
રોટલો ઘડતાં ટપકે ટપકે તારો જ ઝણકાર;
વાસણ માંજું ત્યાં ય ચમકે, શ્યામ, તારું મુખ…
હવે માળા ક્યાં…

પરાગ કહે: જે ગણતરી કરે, એ તો રહે અધૂરો,
ગણવાનું જ્યાં ભૂલી જવાય, ત્યાં જ ભગવાન પૂરો;
મણકા છૂટ્યા, દોરો તૂટ્યો, બાકી રહ્યો બસ તું…
હવે માળા ક્યાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજમુના વહેઆગલો લેખ →બુદ્ધ