← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કંકુનાં પગલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કંકુનાં પગલાં પાડીને દીકરી ચાલી સાસરે,
ઉંબર ઊભો રોતો, ને આંગણ ના કંઈ ઉચ્ચારે.

ભીંતે હજી એના નાનકા હાથ, ને પેન્સિલના લીટા,
ઢીંગલીઓ ખૂણે બેઠી, જાણે ભૂલ્યાં ગીતો મીઠાં;
ઘર આખું પૂછે છે, ‘ક્યાં ગઈ?’, હું શું કહું આ વારે —
કંકુનાં પગલાં પાડીને દીકરી ચાલી સાસરે.

બાપુ એનો બ્હારથી કડક, ભીતર સાવ નદી,
વિદાય વેળા ખભે માથું, ને ના બોલ્યો કંઈ કદી;
ગાડી ગઈ, પછી ઓટલે બેસી, રડ્યો એ ધીમે ધારે —
કંકુનાં પગલાં પાડીને દીકરી ચાલી સાસરે.

પરાગ કહે: આ કંકુનાં પગલાં ભૂંસાશે ના કદી,
ઘરમાં એની હાજરી રહેશે, મ્હેક બની વધી વધી;
દીકરી તો જાય, પણ ઘર ઊભું રહે એના સહારે —
કંકુનાં પગલાં પાડીને દીકરી ચાલી સાસરે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસરહદનો દીવોઆગલો લેખ →ગાંધીજી