← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાંધીજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચલણની નોટ પર છાપ્યું તમારું નામ, ગાંધીજી,
અને એ નોટથી થાતાં ગલત સૌ કામ ગાંધીજી.

હતો ચરખો, હતી ખાદી, હતી સાદાઈ ઘરઘરમાં,
હવે ખાદી ય મૉલોમાં લગાવી દામ, ગાંધીજી.

તમે કીધું, ખરો આત્મા વસે છે ગામડાં માંહે,
હવે ત્યાં ડૉલરે વેચાઈ ગ્યું છે ગામ, ગાંધીજી.

તમે દાંડી સુધી ચાલ્યા, ખુલા રસ્તે, હવે જોજો,
તમારા નામના રસ્તે સદાયે જામ, ગાંધીજી.

નમે નેતા, ‘પરાગ’ અહીં, વરસમાં એક વેળા તો,
પછી આખું વરસ કરતા બધા આરામ, ગાંધીજી.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ગાંધીજી #રાજકારણ #મૂલ્યો #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Gandhi #Politics #LostValues #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખકંકુનાં પગલાંઆગલો લેખ →જૂનો કૂવો