← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુમારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી પાસે બંગલો નથી,
પણ ઝૂંપડીના છાપરામાં
એક કાણું છે —
એમાંથી રોજ રાતે
એક તારો
મારી ખાટલીએ ઊતરે છે.

તમારી પાસે એ.સી. છે,
મારી પાસે લીમડો.

તમારા દરવાજે ચોકીદાર,
મારા દરવાજે એક કૂતરું —
એ કોઈને ભસતું નથી,
કારણ કે
અહીં લૂંટવા જેવું
કશું નથી.

સાહેબ,
ગરીબી મારું સરનામું છે,
ખુમારી
મારું નામ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડેલીઆગલો લેખ →ઘરડાઘરની ધૂળેટી