ખબર ક્યાં?
વહું છું, છતાં આ સફરની ખબર ક્યાં?
જુએ આંખ સઘળું, નજરની ખબર ક્યાં?
કમળ-પાંખમાં રાતભર કેદ થઈને,
સજા કે મજા? એ ભ્રમરની ખબર ક્યાં?
મહેલો ચણે છે બધા આભ-ઊંચા,
છતાં આખરી ઘર કબરની ખબર ક્યાં?
દુઆ તો કરી મેં ઘણી રાતદિન પણ,
ફળી? કે નહીં? એ અસરની ખબર ક્યાં?
પરાગે તજી ડાળ, ઊડ્યો પવનમાં,
હવે કઈ દિશા, કઈ ડગરની ખબર ક્યાં?
– પરાગ રતનપરા
#ગઝલ #અજ્ઞાત #અધ્યાત્મ #સફર #રહસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #TheUnknown #Mysticism #LifeJourney #Uncertainty #ParagRatanpara