ખાલી રહી
દોસ્તાર ગ્યો, ને ગામની એ ઓસરી ખાલી રહી,
શાળા મહીં બે જણ તણી એ પાટલી ખાલી રહી.
સૂરજ ઢળે ત્યાં બેસતા, જોતા હતા આકાશ, એ
પગલાં વિનાની આજ તો એ ટેકરી ખાલી રહી.
ઝઘડો થતો, કિટ્ટા થતી, ને રાતમાં બુચ્ચા વળી,
તું જે પકડતો રોજ, એ આ આંગળી ખાલી રહી.
ઘર, કાર, પૈસો, નામ પણ, મોટો થયો છું હું ભલે,
તોયે હૃદયની એક નાની ઝૂંપડી ખાલી રહી.
ફાગણ ફરી આવ્યો, પરાગે મ્હેક વેરી બાગમાં,
તારા વિના એ સાંજની એ વાંસળી ખાલી રહી.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્રવિદાય #બાળપણ #સ્મરણ #ખાલીપો #પરાગરતનપરા
#GujaratiGhazal #LostFriend #ChildhoodBond #Grief #EmptySpaces #ParagRatanpara