← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેમ કરી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડો ભરું તો ભરાય, પણ તરસ કેમ કરી ભરું?
દીવો કરું તો ઝગે, પણ અંધારું કેમ કરી હરું?

આંગણું વાળું, ઓસરી લીંપું, ભીંતે ચીતરું મોર,
પણ મનમાં પડેલી ધૂળ કેમ કરી કાઢું, ચોર?
વાસણ માંજું ઝગમગ, પણ મેલો સમય કેમ કરી કરું?…
ઘડો ભરું તો…

ઝાંઝર પહેરું, ઝણકે; ચૂંદડી ઓઢું, લહેરાય,
પણ તારી ગેરહાજરી કેમ કરી પહેરી જાય?
રાતે ઊંઘ તો આવે, પણ સપનું કેમ કરી ધરું?…
ઘડો ભરું તો…

પરાગ કહે: જે હાથે ન આવે, એને હૈયે ઝાલો,
તરસ, અંધારું, ગેરહાજરી — સૌ ઈશને આલો;
ખાલીપો પણ ભરાઈ જાશે, એક ભજન જો ગણગણું…
ઘડો ભરું તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપણ બનેઆગલો લેખ →સવિતા વંદન