← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિની ઘરવાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારો ઘરવાળો કવિ થયો, હવે ઘરમાં ક્યાં રહેવાય?
દાળમાં મીઠું ઓછું હોય તો ગઝલ લખી નખાય!

સવારે ઊઠે ને ચાંદો શોધે, બપોરે શોધે ઝરણું,
શાક લેવા મોકલ્યા'તા, લઈ આવ્યા એક હરણું;
હરણું પણ ક્યાં સાચું? કાગળ પર ચીતરેલું દેખાય…
મારો ઘરવાળો કવિ થયો…

પગાર આવે ત્યારે પૂછે: ‘આ પૈસા કોના ગીત?’
લાઇટબિલ જુએ ને બોલે: ‘આ તો વીજળીની પ્રીત!’
મુશાયરામાં તાળી પડે, ને ઘેર ચૂલો ઠરી જાય…
મારો ઘરવાળો કવિ થયો…

પરાગ કહે: બેની, રીસ ન કર, એના શબ્દ તો સાચા,
તારા પર જ લખ્યાં છે એણે સો સો ગીત ને વાચા;
ઘરવાળી મલકી બોલી: ‘તો હવે વાસણ પણ એ જ માંજી જાય!’
મારો ઘરવાળો કવિ થયો, હવે ઘરમાં ક્યાં રહેવાય?

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખચમત્કારઆગલો લેખ →ફોટામાં