← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાનો આજે આવે તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાનો આજે ગોકુળ આવે તો શું શું જોશે રે?
વાંસળી વગાડે ને ગોપી ઇયરફોનમાં ખોવાશે રે!

જમુના કાંઠે કદંબ નથી, ત્યાં ઊભો છે મૉલ,
કાળીનાગ તો ગયો, હવે પાણીમાં ઝેરી કૉલ;
માખણ માગે તો બજારે ‘લો-ફૅટ’નું પૅકેટ મળશે,
ગાય ચરાવવા જાય તો ગોવાળ ફોટા ખેંચશે રે…
કાનો આજે…

રાધા આવે સ્કૂટી પર, ને હાથમાં લાઇવ વિડિયો,
‘રાસ’ રચાવે ડીજે પર, ને કહે: ‘કેવો સ્ટુડિયો!’
ગોવર્ધન ઊંચકવાનો તો સવાલ જ નથી, ભાઈ,
ત્યાં તો પરમિટ વગર બાંધકામે નોટિસ આવી જાશે રે…
કાનો આજે…

પરાગ કહે: પણ ગામને છેડે એક છોકરી એકલી,
ભેંસ ચરાવે, ગીત ગાય, ને આંખે ભીની ઢગલી;
કાનો એને જોઈ હસશે, ‘મારું ગોકુળ અહીં જ છે’,
સાચો પ્રેમ જ્યાં હોય ત્યાં જ વાંસળી વાગશે રે…
કાનો આજે…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખગૂગલ પરઆગલો લેખ →બપોર