ગૂગલ પર
તાવ આવે બાળને, શોધે દવાઓ ગૂગલ પર,
ને નમાજે માગવાની સૌ દુવાઓ ગૂગલ પર.
બાપુજીનો હાથ પકડી ગામ આખું ઘૂમતા,
આજ તો ઘરની ય સઘળી એ દિશાઓ ગૂગલ પર.
રાતના દાદી કહેતાં’તાં પરીની વારતા,
આજ બાળક સાંભળે છે એ કથાઓ ગૂગલ પર.
કોણ સાચું, કોણ ખોટું, પ્રેમમાં પરખાય ક્યાં?
ને તપાસે ‘લાસ્ટ સીને’ એ વફાઓ ગૂગલ પર.
ફૂલ સૂંઘ્યું ના કદી, બસ સ્ક્રીન પર જોયું હતું,
આ પરાગે શોધવી’તી સૌ હવાઓ ગૂગલ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યવ્યંગ #ઇન્ટરનેટ #આધુનિકજીવન #ડિજિટલયુગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #DigitalAge #GoogleLife #ModernTimes #ParagRatanpara