← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાળ ચોરી ગ્યો ઘણું, ને ના પડી સ્હેજે ખબર,
વાળમાં ચાંદી ભરી ગ્યો, આંખમાં ઝાંખી નજર;
જે ઝરૂખે બેસતા’તા સ્વપ્ન જોવા, ત્યાં હવે
ખાટલો, ગોળી, દવા ને લાકડીની છે સફર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછું એકલોઆગલો લેખ →રેંટિયો