← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જીવનની હોડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હલેસાં મારું હળવે હળવે, હોડી મારી ચાલે રે,
કોણ જાણે કયે કાંઠે જાશે, જાણે મારો વ્હાલો રે.

સવારે તો સઢમાં ભરિયો સોનલવરણો વાયુ,
બપોરે તો તડકો તપિયો, સૂકું આખું આયુ;
સાંજ પડી ત્યાં મોજાં બોલ્યાં: ‘હવે ક્યાં તારો ઝાલો રે?’
હલેસાં મારું…

સાથે બેઠા સાથી કેટલા, વચમાં ઊતરી ગયા,
કોઈ કાંઠે ઘર બાંધીને ત્યાંના થઈને રહ્યા;
હું તો એકલ હોડીવાળો, આભ જ મારો માળો રે…
હલેસાં મારું…

પરાગ કહે: ના નકશો પાસે, ના કો દીવાદાંડી,
શ્વાસનું એક હલેસું ઝાલ્યું, હૈયે શ્રદ્ધા માંડી;
દરિયો ભલે અપાર, પણ ઉપર બેઠો છે રખવાળો રે…
હલેસાં મારું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆવજે તો આમઆગલો લેખ →મૌલા, મારી જીભે