← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું સાંભળું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર સપને સતત એ ઝાંઝરી હું સાંભળું,
ગાય વળતી સાંજ, એની ઘૂઘરી હું સાંભળું.

સાંજ પડતાં ગામના ચોરે ભજન જામે હજી,
તાલ સાથે ઝાંઝ ને એ ખંજરી હું સાંભળું.

દ્વારિકા ચાલ્યો ગયો એ, ગામ ગોકુળ છે ઉદાસ,
તોય જમુના-તીર એની બાંસુરી હું સાંભળું.

મા ગયે વરસો થયાં, પણ રોજ ભોરે ઊઠતાં,
ઓરડે પૂજા સમયની ઘંટડી હું સાંભળું.

આ પરાગે જિંદગી આખી વિતાવી કાન દઈ,
મૌનના મંદિર મહીં બસ ઝાલરી હું સાંભળું.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મૃતિ #ગામ #રણકાર #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #EchoesOfMemory #VillageSounds #Nostalgia #InnerSilence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહેઠાં મેલો હથિયારઆગલો લેખ →અભિનય