← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હું જ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું જ મારો પ્રશ્ન છું, ઉત્તર વિના રોયા કરું,
હું જ તાળું, હાથમાં ચાવી છતાં ખોયા કરું;
કોણ બાંધે, કોણ છોડે, કોણ શોધે? શી ખબર!
હું જ મારી ભીડમાં ખુદને સદા જોયા કરું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખખખડે છેઆગલો લેખ →દડો