← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હવે તો આવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મળવું હોય તો હવે આવ, વાળ ધોળા થાય,
આંખે ઝાંખપ આવે પહેલાં મુખ તારું જોવાય.

ચાળીસ વરસ ગયાં રે વહી, પત્ર થયા પીળા,
આંગળીઓ ધ્રૂજે છે, સાજન, શબ્દ થયા ઢીલા;
લખવા બેસું ‘તું’, ત્યાં કાગળ ભીનો થઈ જાય…
મળવું હોય તો…

હજીય મેળો ભરાય છે ત્યાં, ચકડોળ હજી ઘૂમે,
હજીય પેલું પીપળનું ઝાડ તારું નામ ચૂમે;
પણ ભીડમાં તારો સાદ હવે ક્યાંય ના સંભળાય…
મળવું હોય તો…

પરાગ કહે: મળવાનું તો બહાનું છે, બસ આવ,
બે ઘડી બેસી, ચા પી, ને ‘કેમ છે?’ પૂછી જાવ;
એટલામાં તો આ આયખું આખું સાર્થક થાય…
મળવું હોય તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનવો દાવઆગલો લેખ →ભાઈબંધોની સાંજ