← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હળ મારું, બળ હરિનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હળ મારું ને બળ હરિનું, ખેતર લહેરાય રે,
ચાસે ચાસે ચાલે વાલો, કોઈને ન દેખાય રે.

વહેલી સવારે ઊઠું ત્યાં તો બળદ જોડેલા જોઉં,
કોણે જોડ્યા? પૂછું ત્યાં તો મનમાં મલકી રોઉં;
ધોરિયે વહેતું પાણી એના પગલાં ધોઈ જાય રે…
હળ મારું…

ભરબપોરે ભાથું છોડું, એક રોટલો વધે,
ખીજડા હેઠે બેઠું કોઈ, ભૂખ્યું ભૂખ્યું રડે;
અડધો આપું ત્યાં તો આખું ખેતર ઝૂમી જાય રે…
હળ મારું…

પરાગ કહે: જે ખેડે ધરતી, એનો સાથી રામ,
મંદિર એનું ખેતર-શેઢો, ચાસ એના ધામ;
મોલ પાકે ત્યારે કણે કણે એ જ મલકાય રે…
હળ મારું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગઝલ ગાતી રહેવાનીઆગલો લેખ →શોકસભા