← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગોદડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શિયાળાની સવારે ભાઈ, ગોદડું મારું સગું,
દુનિયા આખી દોડી જાતી, હું તો એને વળગું.

ઘડિયાળ છએ ચીસો પાડે, હું દઉં એને ધબ્બો,
પત્ની બૂમ પાડે રસોડેથી, હું થઈ જાઉં ડબ્બો;
ચાનો કપ પણ ઢૂંકડો આવે, તોય ન મોઢું ઊંચું —
શિયાળાની સવારે ભાઈ, ગોદડું મારું સગું.

દૂધવાળો, છાપાવાળો, સૌ ઘંટી વગાડી જાય,
સૂરજદાદા બારી ઠોકે: ‘ભાઈ, બાર તો થઈ જાય!’
હું કહું: ‘દાદા, તમને શું? તમે તો જાતે તાપણું!’
શિયાળાની સવારે ભાઈ, ગોદડું મારું સગું.

પરાગ કહે: આ ગોદડું તો મા એ જૂની સાડીથી સીવેલું,
એટલે જ તો ઊઠવા ન દે, બાળપણ એમાં જીવેલું;
ટાંકે ટાંકે હૂંફ ભરી છે, ક્યાંથી છૂટે ઝટ સગપણ જૂનું?
શિયાળાની સવારે ભાઈ, ગોદડું મારું સગું.

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખજાય તો?આગલો લેખ →મીણબત્તી