← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જાય તો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને ઠંડ ત્યાં જો નડી જાય તો?
હૃદય પર કશું પણ અડી જાય તો?

તને ભાવતી દાળ મળતી હશે?
અધૂરું જમી, તું રડી જાય તો?

ખબર છે, થયો તું સમજદાર, પણ
ગલી કોઈ ખોટી ચડી જાય તો?

ન ખોળો, ન છાતી, ન માનો ખભો,
નયનથી કશું જો દડી જાય તો?

પરાગે હસીને જણાવ્યું, ‘મજા’,
છતાં આંખ ભીની જડી જાય તો?

– પરાગ રતનપરા

#ગઝલ #મા #પરદેશ #ચિંતા #માતૃપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #Diaspora #MothersWorry #SonAbroad #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆવી ચડેઆગલો લેખ →ગોદડું