← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘાંટા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફૂલ જેવા લાગતા’તા, એ જ કાંટા થઈ ગયા,
સાગરો ધાર્યા હતા જે, સાવ છાંટા થઈ ગયા;
જેમને દીધો ખભો, એ ઘા ઉપર મીઠું ઘસે,
રણકતા’તા ઘંટ જેવા, ફક્ત ઘાંટા થઈ ગયા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહજી છેઆગલો લેખ →પટારો