હજી છે
ભલે નાવ ડૂબી, કિનારો હજી છે,
ઘણી રાત કાળી, સિતારો હજી છે.
ગયા હાથ, પગ પણ ઘવાયા, છતાં જો,
નજરમાં અડીખમ ઇશારો હજી છે.
ઘસી પૂર ઘર લઈ ગયું, તોય જોને,
ઘટાદાર વડ પર ઉતારો હજી છે.
ગયાં સૌ સગાં, મિત્ર પણ મોં ફરાવી,
મને લાકડીનો સહારો હજી છે.
‘પરાગે’ ખરી પાંખડી, પણ હવામાં
સુગંધી તણો કો પુકારો હજી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #હિંમત #આશા #ખુમારી #જિજીવિષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Courage #Hope #Resilience #NeverGiveUp #ParagRatanpara