← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગામમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ચકલી છીંક ખાતી, લાખ વાતો ગામમાં,
કોણ કોનો છે સગો, ને કેમ નાતો? ગામમાં.

રાતભર રડતો હતો, ત્યારે ન આવ્યું કોઈ પણ,
જે ઘડી હસતો થયો, તો ‘શીદ ગાતો?’ ગામમાં.

દીકરો પરદેશથી જ્યાં શેઠ થઈને આવિયો,
‘ત્યાં હતો ભૂખ્યો,’ કહે સૌ, ‘આજ ખાતો!’ ગામમાં.

પીઠ પાછળ જે ઘસે છે જીભ, એ સામે મળે,
હાથ જોડી ‘જે’ કરીને સાથ જાતો ગામમાં.

સાવ નાનું ગામ, પણ મોટું હૃદય છે, ઓ ‘પરાગ’,
રોટલો અડધો કરીને સૌ ખવાતો ગામમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામ #પંચાત #વ્યંગ #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageGossip #SmallTownLife #Satire #RuralHeart #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસૂરજનો મરમઆગલો લેખ →શિયાળુ સવાર