ફિલ્ટર
એના ફોટામાં
ગાલ ગુલાબી,
આંખો મોટી,
ત્વચા કાચ જેવી —
ફિલ્ટરની કૃપાથી.
લાખો લાઇક,
હજારો ‘વાહ!’
રાતે
એ અરીસા સામે ઊભી રહી,
ને અરીસામાંની
એક થાકેલી, સાચી છોકરી
એને
ઓળખી ન શકી.
સૌથી સુંદર ઝેર
એ હોય છે
જે આપણે
રોજ સવારે
જાતે જ
ચહેરા પર લગાવીએ છીએ.
– પરાગ રતનપરા