← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતાથી શું થાય?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કવિતાથી
ભૂખ્યાનું પેટ ભરાતું નથી,
બંદૂક અટકતી નથી,
સરકાર બદલાતી નથી.

તો પણ,
જ્યારે આખું ગામ સળગતું હતું,
એક છોકરીએ
ધ્રૂજતા અવાજે
પ્રાર્થનાની ચાર લીટી ગાઈ —

ને ટોળામાંથી
એક હાથ
પથ્થર મૂકીને
પાછો
ખિસ્સામાં ગયો.

કવિતા
એટલું જ કરે છે.

એટલું
ઓછું નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅડતો નાઆગલો લેખ →ફિલ્ટર