← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવી ચડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાળા ગગનમાં ચીરતી એ વીજળી આવી ચડે,
બળતી બપોરે ક્યાંકથી કો’ વાદળી આવી ચડે.

લખવા કદી બેસું, ગઝલ સૂઝે નહીં આખો દિવસ,
મધરાતમાં સૂતો હતો, ત્યાં ચાંદની આવી ચડે.

હાથે હજી મેંદી હતી, ને કંથ ગ્યો સરહદ ઉપર,
ત્યાં એક દી’ ઘર આંગણે સિત ઓઢણી આવી ચડે.

ભૂલી ગયો’તો ગામને, વર્ષો થયાં પરદેશમાં,
ને સ્ક્રીનમાં બાની પછી એ આંગળી આવી ચડે.

ભમરો ભલે ગુંજ્યા કરે, ખીલે કળી તો મોજથી,
ત્યારે પરાગે મ્હેકતી એ પાંખડી આવી ચડે.

– પરાગ રતનપરા

#ગઝલ #અણધાર્યું #પ્રેરણા #શહીદ #વતનનીયાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Unexpected #Inspiration #SoldiersWife #Homesick #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફિલ્ટરઆગલો લેખ →સમય ક્યાંથી?