← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફકીરી ઠાઠ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફકીરી ઠાઠે જીવવું, ભાઈ, ઝાઝું શું કરવું?
રોટલો, ઓટલો ને મોટું મન — એથી વધુ શું ભરવું?

માગ્યું ઓછું, મળ્યું ઝાઝું, વધ્યું તે વહેંચી દીધું,
ઠોકર વાગી ત્યારે ગાયું, દુઃખ ગીતમાં ઘોળી પીધું;
ગમતું હોય તે ગાવું, ભાઈ, અણગમતું વિસરવું…
ફકીરી ઠાઠે જીવવું…

કોઈ મોટો, કોઈ નાનો, આ તો છે માયાની ઝાળ,
સૌ સરખા છે ઈશ્વર આગળ, રાજા હો કે ગોવાળ;
ખોટા ઝઘડે ના પડવું, ને સાચે સાચું ધરવું…
ફકીરી ઠાઠે જીવવું…

પરાગ કહે: ફૂલ જેવું જીવવું, ખીલી ખરવું હળવું,
મ્હેક વેરવી વગર મૂલ્યે, ને પવન સંગ ભળવું;
છેલ્લે ભેગું કંઈ ન આવે, હૈયું હળવું કરવું…
ફકીરી ઠાઠે જીવવું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગોરજ ટાણેઆગલો લેખ →નાનું થયું