← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક જ ટહુકો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે એક જ ટહુકો દેજો, સાજન, તો હું દોડી આવું,
સાત સમંદર, સાત પહાડ, હું પાંપણ પર ઉપાડી લાવું.

નથી માગતી હીરા-મોતી, નથી માગતી મ્હેલ,
તમે હસો ને હું ખીલું, એ જ અમારો ખેલ;
કાગળ ઉપર નામ લખો તો હું શાહી થઈ જાવું…
તમે એક જ ટહુકો દેજો…

ચોમાસે તમે વીજ બનો, હું બનું ભીની વાદળી,
તમે વાંસળી ફૂંકો, હું થાઉં જમુનાની માછલી;
તમે ચાંદો થઈ ઊગો તો હું ભરતી થઈ છલકાવું…
તમે એક જ ટહુકો દેજો…

પરાગ કહે: પ્રેમ નથી કંઈ સોદાની વાત,
આપો એક જ સ્મિત, ને લઈ લો આખી જાત;
તમે ફૂલ થઈ ખીલો તો હું ભમરી થઈ ગુંજાવું…
તમે એક જ ટહુકો દેજો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદરિયાનેઆગલો લેખ →હું કોણ છું?