દરિયાને
દરિયા,
તું આખો દિવસ
કિનારાને મળવા દોડે છે
ને પાછો વળી જાય છે.
મારી જેમ.
હું પણ રોજ
એના દરવાજા સુધી જાઉં છું,
ઘંટડી સુધી આંગળી લઈ જાઉં છું,
ને પાછી વળું છું.
ફરક એટલો જ —
તારાં મોજાંનો ઘુઘવાટ
આખું ગામ સાંભળે છે;
મારાં મોજાંનો
કોઈ નહીં.
– પરાગ રતનપરા