← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દોસ્ત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દોસ્ત લઈ જાતો ઉછીનું, ને ન આપે તે ફરી,
વ્યાજમાં આપે મને એ ગાળ, હેતે નીતરી;
આ જમાનામાં હિસાબી સૌ મળે છે, પણ પરાગ,
રાત મધ્યે સાદ દેતાં દોડતો આવે ખરી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભોળાનાથઆગલો લેખ →ક્યાં રમી આવ્યા?