ધરતી ગુજરાતની
સાગર જેનો પગ પખાળે, ગિરનાર જેનું શિર,
એ ધરતી ગુજરાતની, જ્યાં જન્મ્યા સંત ને વીર.
નરસૈંયાનાં પ્રભાતિયાં ને મીરાંનો એકતારો,
ગાંધીની લાઠી, સરદારનો લોખંડી નિરધારો;
કચ્છનું રણ પણ ખીલે ફૂલે, જ્યાં ઝૂઝે ખમીર…
એ ધરતી ગુજરાતની…
ગરબે ઘૂમે નવરાત્રિએ, ઉતરાણે ઊડે પતંગ,
ઢોકળાં, ખમણ ને ફાફડાની સાથે મીઠો સંગ;
વેપારે જગ ઘૂમે તોયે, હૈયે ગામનું નીર…
એ ધરતી ગુજરાતની…
પરાગ કહે: આ ધરતી માની ગોદ જેવી હૂંફાળી,
પરદેશે પણ સપનામાં આવે, એની સાંજ રૂપાળી;
માટી એની ચંદન જેવી, ભાલે લગાડું અબીર…
એ ધરતી ગુજરાતની…
– પરાગ રતનપરા