← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુજલિશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથમાં હરદમ રહે, એ જિંદગીનો ફોન છે,
ઘર, ગ્રહો ને જાત પર બસ બેંકની આ લોન છે.

‘લવ યુ’ લખતાં હાથ ધ્રૂજે, ‘કે’ લખી દે એ તરત,
ને હૃદયની લાગણી પણ એક ‘કે’નો ટોન છે.

સાંજ, રાત્રે ને સવારે, કામનો કેડો નથી,
ઘર હવે ઑફિસ તણો બસ લાલ ‘ડેન્જર ઝોન’ છે.

ઊડતાં પંખી હતાં આ આભમાં ટોળે વળી,
આજ ત્યાં ઊડે અને ગણગણ કરે તે ડ્રોન છે.

ઠંડકે બેસી પરાગે ગ્રીન કવિતા તો લખી,
એ જ એસી રોજ થોડું કાપતું ઓઝોન છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ગુજલિશ #હાસ્ય #ટેકનોલોજી #આધુનિકજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Gujlish #Humour #Technology #ModernLife #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમારું ઘરઆગલો લેખ →ધરતી ગુજરાતની