← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વીજળી જ્યાં જાય, ત્યાં બા દીવડો લઈ આવતી,
કોડિયાના તેજમાં એ વારતા સમજાવતી;
આજ ઘરમાં રોશની છે, બંધ થાતી ના કદી,
તોય અંધારું રહે, બા ક્યાં હવે સળગાવતી?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકાજળની કોરઆગલો લેખ →દોરડું