← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દઝાડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોટલી ગરમાગરમ સૌ થાળમાં ઝંખે સદા,
સ્વાદ પર એના બધા છે આજ પણ જાણે ફિદા;
પણ તવાની પાસ બેસી ટેરવાં દાઝ્યાં છતાં,
એ દઝાડો જોઈ શકતો, એ જ સાચો છે ખુદા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમૃગજળઆગલો લેખ →મહીડાં