← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોમાસું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છાપરે પતરાં ચડાવ્યાં, પાળ બાંધી મેં બધી,
રાતભર વરસાદ તૂટ્યો, ઓરડે આવી નદી;
આભ સાથે હોડ કરવી, એ જ મોટી ભૂલ છે,
હાર માની જે પલળ્યો, એ ન હાર્યો છે કદી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઊંઘ ક્યાં?આગલો લેખ →શરદ પૂનમનો રાસ