ઊંઘ ક્યાં?
રાત આખી હું ગણું છું આભ-તારા, ઊંઘ ક્યાં?
છાપરે ટપકે સતત વરસાદ-ધારા, ઊંઘ ક્યાં?
ગામમાં છે ચૂંટણી, ને રાત આખી ભાષણો,
ઢોલ-ત્રાંસાં સાથ ગાજે સૂત્ર-નારા, ઊંઘ ક્યાં?
વીસ તારીખે જ ખિસ્સું થઈ જતું ખાલી, અને
લોન, ભાડું, ફી, દવા, ને શીશ ભારા, ઊંઘ ક્યાં?
સેજ પર તારી સુગંધી છે હજી અકબંધ, ને
યાદ પડખે જાગતા છે શ્વાસ મારા, ઊંઘ ક્યાં?
શબ્દના દરિયે પરાગે નાવ લઈ ચાલ્યો હતો,
ક્યાંય ના દેખાય, આઘે છે કિનારા, ઊંઘ ક્યાં?
– પરાગ રતનપરા
#ગઝલ #ઉજાગરો #અનિદ્રા #મધ્યમવર્ગ #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sleepless #Insomnia #MiddleClassWoes #Memories #ParagRatanpara