← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેડાછેડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચોરીમાં બાંધી’તી છેડાછેડી, ચાલીસ વરસ વીત્યાં રે,
તોય ગાંઠ ન ઢીલી પડી, ભલે દિવસો કડવા-મીઠા રીત્યા રે…

તારો ખેસ ને મારી ચૂંદડી, ગોરે બાંધ્યાં સાથે,
સાત ફેરા ફર્યાં’તાં આપણ ધ્રૂજતે હાથે હાથે;
ઝઘડ્યાં, રીસાયાં, પાછાં વળ્યાં, પણ છેડા ના છૂટ્યા રે…
ચોરીમાં બાંધી’તી છેડાછેડી…

ચૂંદડીનો રંગ ઊડ્યો, ને ખેસ થયો છે ઝાંખો,
તોય રાતે ઓઢું ત્યારે લાગે નવો નવો આખો;
દીકરા-દીકરી ઊડી ગયાં, આપણે બે જ રહ્યા રે…
ચોરીમાં બાંધી’તી છેડાછેડી…

પરાગ કહે: આ ગાંઠ તો જાણે જનમોજનમની વાત,
એક જાય તો બીજો ઝૂરે, જેમ દિવસ વિના રાત;
જઈએ ત્યારે સાથે જઈએ, એ જ માગું રામને રે…
ચોરીમાં બાંધી’તી છેડાછેડી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફિલ્મઆગલો લેખ →છુપાવે છે