← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છાંટણાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જિંદગી તો બે-ચાર છાંટણાં, ઝીલી લે રે મનવા,
ખોબે ખોબે પી લે, પછી તો ઊંચા થાશે તડકા.

માગ્યો’તો મેં મુશળધાર, ને આવ્યાં ઝીણાં ફોરાં,
ખેતર આખાં ક્યાંથી ભીંજે? ભીંજ્યા ઘરના ઓરા;
ફોરાંમાંથી ફૂલ ઉગાડી, વાવી લે રે સપના…
જિંદગી તો બે-ચાર…

છાંટો પડ્યો ને માટી મ્હેકી, છાંટો પડ્યો ને મન,
છાંટો પડ્યો ને બાળક નાચ્યાં, ભૂલી ગયાં વતન;
નાનું નાનું સુખ ભેગું કરતાં, ભરાઈ જાશે ઘડા…
જિંદગી તો બે-ચાર…

પરાગ કહે: મુશળધારની રાહમાં બેસી ન રહેજે,
જે ટીપું મળે, એને ઝીલી ‘આભાર’ સૌને કહેજે;
ઝરમરમાં જે નાચી જાણે, એના જીવતર રૂડાં…
જિંદગી તો બે-ચાર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનીંદમાંઆગલો લેખ →બળતણ