← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચકીબેનની નિશાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચકીબેન ચાલ્યાં નિશાળે, લઈ દફતર ને પાટી,
ચીં ચીં કરતાં બોલ્યાં: ‘મારે ભણવું, ના રમવું માટી!’

પહેલે દિવસે ઝાડ પર બેઠાં, બોલ્યા શિક્ષક કાગ:
‘ક થી કબૂતર, ખ થી ખિસકોલી, ગ થી ગાજર, બાગ’;
ચકીબેન કહે: ‘ચ થી ચકલી’, ને સૌએ પાડી તાળી…
ચકીબેન ચાલ્યાં નિશાળે…

બીજે દિવસે ગણિત આવ્યું, દાણા ગણવા બેઠાં,
એક, બે, ત્રણ ગણતાં ગણતાં ખાઈ ગયાં સૌ મીઠાં;
શિક્ષક પૂછે: ‘કેટલા બચ્યા?’ ચકીબેન બોલે: ‘ખાલી!’…
ચકીબેન ચાલ્યાં નિશાળે…

પરાગ કહે: ચાલો બાળકો, આપણે પણ ભણીએ,
ચકીબેનની જેમ હસતાં હસતાં અક્ષર અક્ષર ગણીએ;
ભણતર સાથે ભાઈબંધી ને થોડી ચોકલેટ વ્હાલી…
ચકીબેન ચાલ્યાં નિશાળે, લઈ દફતર ને પાટી.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભરોસોઆગલો લેખ →ભાણું