← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચકીબેન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચકીબેન, ચકીબેન, ક્યાં ગયાં તમે?
ફળિયે નથી, ને ઝરૂખે નથી અમે!

દાદીની વાર્તામાં ચકો ને ચકી,
ખીચડી રાંધે, ને રમતાં થકી;
દાણો નાખું તો આવતાં ફરરર,
ચીં ચીં કરીને કરતાં ઘરઘર;
હવે ટાવરના તારે અટકી ગયાં?
ફળિયે નથી, ને ઝરૂખે નથી અમે!

આંગણે મૂકું છું માટીનું પાણી,
ડાળે બાંધું છું ઘરની નિશાની;
પાછાં આવો, તો દઉં ચોખા ને બાજરી,
ને ગાઉં તમારાં ગીત, ચકી ચાતરી;
અમે ઘર મોટાં કર્યાં, ને નાનાં થયાં,
ચકીબેન, ચકીબેન, ક્યાં ગયાં તમે?

પરાગ કહે, બાળકો, વાવો એક ઝાડ,
ચકી આવશે, ને ગાશે લાડ;
એક માળો બાંધશે, એક ગીત ગાશે,
ને ગામ ફરી બાળપણ થઈ જાશે;
ચીં ચીં સાંભળી સૌ હસશું અમે,
ચકીબેન, ચકીબેન, આવો રે તમે!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઊડી શકાયું હોત તોઆગલો લેખ →અધૂરું છે