← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીતરનાં દ્વાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુરુજી, તમે ઉઘાડ્યાં ભીતરનાં દ્વાર,
હું તો ભટક્યો જગમાં બ્હાર.

ગ્રંથ ઘણા મેં વાંચ્યા, ને તીરથ ફર્યો હજાર,
મંદિર, મસ્જિદ, ગિરજે ગયો, ગયો ગંગાની ધાર;
તો યે અંધારું ના ભાગ્યું, ભીતર ઘોર અંધાર…
ગુરુજી, તમે ઉઘાડ્યાં…

એક જ શબદ કાને દીધો, ખૂલ્યાં સઘળાં તાળાં,
ભીતર દીવો ઝળહળ્યો, ને ઊડ્યાં ભ્રમનાં જાળાં;
હું ને હરિ નોખા ક્યાં? એ સમજાવ્યો સાર…
ગુરુજી, તમે ઉઘાડ્યાં…

પરાગ કહે: ગુરુ ફૂલ જેવા, ખુશ્બૂ દે અણમોલ,
માગે નહીં કંઈ બદલામાં, ના વેચે કો તોલ;
ચરણે નમું, ગુરુજી, તમને, ઊતરે ભવનો ભાર…
ગુરુજી, તમે ઉઘાડ્યાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆ ઉંમરેઆગલો લેખ →ખાતાવહી