આ ઉંમરે
તું હજી મારી જ પ્હેલી ચાંદની આ ઉંમરે,
મોતિયાની આંખમાં પણ રોશની આ ઉંમરે.
હાથ ધ્રૂજે, ચાલ ધીમી, ઘૂંટણે પીડા ઘણી,
લાકડી જેવી જ મારી સંગિની આ ઉંમરે.
દીકરા ચાલ્યા ગયા પરદેશ, ઘર સૂનું થયું,
આપણે બે, ને અનંતી યામિની આ ઉંમરે.
રીસમાં તું આંખ કાઢે, ને ભવાં ઊંચાં કરે,
ત્યાં ઝબૂકે ઓરડામાં દામિની આ ઉંમરે.
ફૂલ સૂકું, પાન પીળાં, તોય ગાતો આ પરાગ
સાંજની એવી સુરીલી રાગિણી આ ઉંમરે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #વૃદ્ધદાંપત્ય #સાથ #ઉંમર #પરાગરતનપરા
#GujaratiGhazal #AgelessLove #GoldenYears #Companionship #Romance #ParagRatanpara